Wednesday, 14 October 2015

કચ્છી કોલોની નવા ડીસા જીલ્લો બનાસકાંઠા

૪૫

સ્વર્ગવાસી શ્રી સવજી ભાઈ કચરા ભાઈ ખેતાણી

મુળ નીવાસી નાની હમીપર તાલુકા રાપર કચ્છ વાગડ

વાત છે અખંડ ભારત સમય ની તે સમય મા કચ્છ માં વરસાદ ઓછો પાડવાને કારણે લોકો નેં પરદેશ કમાણી કરવા જાવું પડતું હતું 

તે વખત મા રાપર તાલુકાના બેલા ગામ બહું સમ્રુધ્ધ હતુ મારાં માત્તૃશ્રી મેઘી બેન વશરામભાઇ ખેતાણી કહેતાં કે‌ બેલા થી સિંધ પ્રાંત ૧૨ ગાઉ એટ્લે આપડા આશરે ૩૬ કીલોમીટર  થાય 

બેલા ની બજારમાં સિંધ થી વણઝારા કૌમ  પોતાની પીઠ ઉપર માલ સામાન લાવતા અને લઈ જતાં હતાં 

તે સમયે મારાં કુંટુંબ માંથી સિંધ માં કમાવા માટે સ્વર્ગ વાશી શ્રી ધનજીભાઈ,સવજીભાઈ, વશરામભાઇ અને રવજીભાઇ સિંધ માં મંજુરી કામ કરવાં ગયાં હતાં 

આ વાત છે ૧૯૪૫ ના સમય ની તે સમય મા મારાં વડીલો ના મિત્રો એ કહ્યું કે હવે તમે તમારા વતન જતા રહૉ કારણ કે હવે હીન્દુસતાન ના ૨ ભાગ પડવાના છે અને સિંધ પ્રાંત પાકિસ્તાનમાં આવશે તો તમે પાછા તમારા વતન નહીં જઈ શકો 

તો મજૂરી કામ માટે ક્યાં જવું તો જાણવા મળ્યું કે અંગ્રેજોએ નવું શહેર ડીસા બનાવ્યું છે ઘણા બધા સિન્ધી ભાઈઓ ડીસા ગયા છે 

તો એ વિચારી અમારા વડીલો ધનજીભાઈ સવજીભાઈ ડીસા આવ્યા વશરામભાઈ અંજાર ગયા 

રવજીભાઈ સિદ્ધપુર ગયા 

કચ્છ સમાજ પ્રજાપતિ સમાજમાં સૌથી પહેલા સવજીભાઈ અને ધનજીભાઈ ભાઈ ડીસા પહેલા આવ્યા  તેમની સાથે નાની હમીપર ના વતની રજપુત જયસિંહ પાંચાજી અને ભવનજી ત્રણ ભાઈઓ પણ ડીસા માં વસવાટ કર્યો તેઓ આશરે 1945 માં અહીં આવેલ 

હા આ મારા માતૃશ્રી મેઘી બેને જણાવેલ હતું અને એ પણ જણાવ્યું કે 1956 ની અંદર અંજારમાં મોટો ધરતીકંપ આવેલ તે વખતે અમે પણ ડીસા આવી ગયેલ તે વખતે માં કહેતા હું ચાર વર્ષનો હતો એટલું તો મને યાદ નથી પણ જે રાત્રે અમે ડીસા રેલવે સ્ટેશન ઉતર્યા એ મને બરાબર યાદ છે એ પછી કચ્છી થી પ્રજાપતિ ભાઈઓ ડીસામાં આવેલ અને કચ્છી કોલોની વસાવેલ  આજે ડીસામાં આશરે કચ્છી પ્રજાપતિ સમાજના ૪૦૦ થી ૪૫૦ ઘર ની વસ્તી આવેલ છે 

પછી હવાઈ પિલર સામે વેલજીભાઈએ વહેલું નગર વસાવેલ એ વિશે પછી જાણીશું......

લેખક 

રણછોડભાઈ વશરામભાઈ આડીસરા પ્રજાપતિ (ખેતાણી)

No comments:

Post a Comment